8-એ નેશનલ હાઈવે પર પૂજા ચેમ્બર પાસે વાહન વ્યવહાર ખોરવાતા રસ્તો બનાવી આપવા વેપારીઓની માંગમોરબી : મોરબીના 8-એ નેશનલ હાઈવે પર શક્તિ ચેમ્બર સામે આવેલ પૂજા ચેમ્બર્સ પાસે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ગટરના નાલાનું ખોદકામ કરી નાખવામાં આવતા વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વાહનોની આવન-જાવન બંધ થઈ જવાથી વેપારીઓએ રસ્તો બનાવવા અંગે મોરબી કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે.મોરબી-2 વિસ્તારમાં લખધીરપુર ચોકડીના કોર્નર પાસે આવેલ પૂજા ચેમ્બર્સના વેપારીઓએ કલેક્ટરને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે, ગત તારીખ 10/06/2026 ની રાત્રે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા સર્વિસ રોડ પર ગટરના નાલાનું ખોદકામ કરવામાં આવ્યું છે. આ ચેમ્બર્સમાં કટલેરી, પાન, મેડિકલ, ગેરેજ અને ઈલેક્ટ્રિક કામને લગતા ધંધાર્થીઓની દુકાનો આવેલી છે.રજૂઆતમાં વધુમાં જણાવાયું છે કે, આ ચેમ્બર્સમાં 50 જેટલી દુકાનો આવેલી છે અને તેની પાછળ ગોડાઉન તથા ગેરેજ પણ આવેલા છે. રસ્તા પર ગટર માટે એકાએક ખોદકામ કરી દેવાતા અત્યારે કોઈપણ વાહનોની અંદર આવન-જાવન સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે. રસ્તો બંધ થવાથી વેપારીઓના ધંધા-રોજગારને માઠી અસર પડી રહી છે. જેથી વેપારીઓની મુશ્કેલીને ધ્યાને લઈ તાત્કાલિક આ સર્વિસ રોડની ગટર પર રસ્તો (નાલું) બનાવી આપવા માંગ કરવામાં આવી છે.#Morbi #MorbiUpdate #NationalHighway #ServiceRoad #CollectorOffice #MorbiNews #BusinessmenProtest #RoadIssue