રોડ ખોદી નાખ્યા બાદ નવો રોડ બનાવવાની કામગીરી ન કરતા સમસ્યા બેવડાઈ ખોદેલા રોડમાં પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી મોરબી : મોરબીના જુના બસ સ્ટેન્ડથી નવા ડેલા તરફના રોડને અગાઉ ખોદી નાખ્યા બાદ નવો રોડ બનાવવાની કામગીરી ન કરાતા સમસ્યા બેવડાઈ છે. જેમાં આજે વરસાદને પગલે ખોદેલો રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. રોડ ઉપર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. મોરબીના જુના બસ સ્ટેન્ડ બાજુના પેટ્રોલ પંપથી નવા ડેલા તરફના રોડને અગાઉ નવો બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં આ રોડને નવો બનાવવા માટે આખો ખોદી નાખવામાં આવ્યો હતો. રોડ ખોદી નાખ્યા બાદ કોઈ કામગીરી કરાઈ ન હતી. આ રોડનું અધૂરું કામ છોડી દેવાતા હાલ વરસાદના સમયે વાહન ચાલકોની કફોડી હાલત થઈ ગઈ છે. જેમાં આજે વરસાદ પડતાની સાથે આ રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. રોડ ખોદી નાખ્યો હોવાથી પાણી ભરાતા વાહન ચાલકોની નીકળવું મુશ્કેલ બન્યું છે. પાણી ભરાતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય આ બાબતને તંત્ર ગંભીર ગણી વહેલી તકે યોગ્ય કામગીરી કરે તેવી માંગ ઉઠી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..