મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત મોરબી તાલુકાના નેશનલ હાઇવેથી હરીપર (કે.) રોડનો સમાવેશ કરાયો મોરબી : માર્ગ અને મકાન પંચાયત વિભાગ હસ્તકના મોરબી જિલ્લામાં ૨૧.૫૫ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનાર નવીન માર્ગોનું મંત્રી બ્રિેજેશભાઇ મેરજાના હસ્તે ખાતમૂહુર્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રમ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો) ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસના રાજ્યકક્ષાના મંત્રી બ્રિજેશભાઇ મેરજાના અધ્યક્ષસ્થાને મોરબી તાલુકાના નેશનલ હાઇવે થી હરીપર (કે) રોડનું મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત બાંધકામ કરવાના કામનું ખાતમુહૂર્ત યોજાનાર છે. નવા બનનાર રોડમાં જેતપર રાપર રોડ, રંગપર જીવાપર રોડ, જીવાપર ચકમપર રોડ, સ્ટેટ હાઇવેથી જસમતગઢ, વાઘપર પીલુડી ગાળા રોડ, ધુળકોટ બાદનપર ફાટસર રોડ, નેશનલ હાઇવેથી ગુંગણ નારણકા રોડ, નેશનલ હાઇવેથી હરીપર કેરાળા રોડ, નેશનલ હાઇવેથી સોખડા રોડ, નેશનલ હાઇવેથી બહાદુરગઢ રોડ, ભડીયાદ જોધપર (ન) એપ્રોચ રોડ, મોરબી ધરમપુર સાદુળકા રોડ, નેશનલ હાઇવેથી ટીંબડી રોડ, નવી સાદુળકાથી હરીપર (કે) રોડ, મોરબી રફાળેશ્વર રોડ, સ્ટેટ હાઇવેથી બરવાળા એપ્રોચ રોડ, કોસ્ટલ હાઇવેથી પીપળીયા રોડ, કોસ્ટલ હાઇવેથી વિરપરડા એપ્રોચ રોડ, મેઇન ડિસ્ટ્રીકટ રોડથી થોરાળા એપ્રોચ રોડ સુધીના કામોનું મંત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ પ્રસંગે સાંસદ મોહનભાઇ કુંડારીયા, સાંસદ વિનોદભાઇ ચાવડા, જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઇ શિહોરા ઉપરાંત જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા, મોરબી એ.પી.એમ.સી.ના વાઇસ ચેરમેન મગનભાઇ વડાવીયા, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઇ લોરીયા સહિત જિલ્લા પંચાયતના પદાધિકારીઓ તેમજ અધિકારીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..