ભારે વરસાદને પગલે જીવલેણ અકસ્માતો નિવારવા વહીવટી તંત્ર અને પોલીસની સંયુક્ત કાર્યવાહી; નાગરિકોને જોખમ ન ખેડવા અપીલમોરબી અપડેટ: મોરબી જિલ્લામાં પડી રહેલા સાર્વત્રિક અને ભારે વરસાદને કારણે અનેક કોઝ-વે પર પાણીનું ઓવરટોપિંગ જોવા મળી રહ્યું છે. આ પરિસ્થિતિમાં નાગરિકોના જીવનું જોખમ ટાળવા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ રાખવા વહીવટી તંત્ર દ્વારા તકેદારીના કડક પગલાં લેવામાં આવી રહ્યા છે.જિલ્લાના વિવિધ વિસ્તારોમાં કોઝ-વે પરથી પાણીનો ભારે પ્રવાહ પસાર થઈ રહ્યો હોવાથી, સંભવિત અકસ્માતો અટકાવવા આવા જોખમી માર્ગો પર વાહનવ્યવહાર તાત્કાલિક અસરથી બંધ કરાવી દેવાયો છે. નાગરિકો કે વાહનચાલકો પાણીના ધસમસતા પ્રવાહમાં પસાર થવાનું સાહસ ન કરે તે સુનિશ્ચિત કરવા સ્થાનિક પોલીસ દ્વારા ચુસ્ત પોઇન્ટ ગોઠવી દેવાયા છે અને જોખમી સ્થળો પર પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે.જિલ્લા તંત્ર વતી નાગરિકોને ખાસ અપીલ કરવામાં આવી છે કે:બેરિકેડિંગ કરેલા અથવા પોલીસ બંદોબસ્ત ધરાવતા કોઝ-વે પર ન જવું.નીચાણવાળા માર્ગો પરથી પસાર થવાનું ટાળવું.પોલીસ તથા વહીવટી તંત્રની સુરક્ષા અંગેની તમામ સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવું.#Morbi #MorbiUpdate #HeavyRain #Monsoon2026 #MorbiPolice #CausewayClosed #SafetyFirst #GujaratRain #MorbiNews