શનાળા - રવાપર રોડ, લખધીરપુર રોડ અને જુના ઘુંટુ રોડ ઉપરના દબાણો હટાવી લેવાના આદેશ, જો સ્વેચ્છાએ દબાણો નહિ હટે તો બુલડોઝર ફેરવી દેવાશેમોરબી : નગરપાલિકામાંથી મહાનગર પાલિકા બનવાની સાથે જ મોરબી શહેરમાં કોર્પોરેશન દ્વારા સાફસૂફી માટે દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે ત્યારે હવે માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા પણ શહેરના શનાળા-રવાપર રોડ, લખધીરપુર રોડ અને જુના ઘુંટુ રોડને દબાણમુક્ત કરવા 212થી વધુ અસામીઓને ધડાધડ નોટિસ ફટકારી છે.મોરબી કોર્પોરેશનની સાથે જ પંચાયત વિભાગના માર્ગ અને મકાન વિભાગે પણ શહેરના શનાળા - રવાપર રોડ, લખધીરપુર રોડ અને જુના ઘુંટુ રોડને દબાણમુક્ત કરવા ઓપરેશન ડિમોલિશન હાથ ધરવા તૈયારી શરૂ કરી અંદાજે 212થી વધુ અસામીઓને ધડાધડ નોટિસ ફટકારી દબાણ હટાવવા માટે આખરીનામું આપી દેતા અત્યાર દબાણ કરનાર આસામીઓ દ્વારા સ્વેચ્છાએ જ દબાણ હટાવવાંમાં આવી રહ્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.મોરબી માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તક રહેલા શનાળા - રવાપર રોડ, લખધીરપુર રોડ અને જુના ઘુંટુ રોડ ઉપર દબાણ કરનાર લોકોને નોટિસ ફટકારવામાં વી છે જેમાં રવાપર અને શનાળા - રવાપર રોડ ઉપર 36 આસામીઓ, લખધીરપુર રોડ ઉપર 110 આસામીઓ તેમજ જુના ઘુંટુ રોડ ઉપર 66 આસામીઓને રસ્તામાં નડતરરૂપ દબાણ હટાવવા નોટિસ ફટકારવામાં આવી હોવાનું જાણવા મળે છે.