વીસીપરા, ભડિયાદ રોડ, એલઇ કોલેજ રોડ સહિતના રોડમાં વેટમિક્સ ઓછું ને કપચી વધુમોરબી : મોરબીમાં તંત્ર દ્વારા રોડ-રસ્તાની કામગીરી પુરજોશમાં શરૂ તો કરવામાં આવી છે પરંતુ વેઠ ઉતારવામાં આવી રહી હોય તેવું ધ્યાને આવ્યું છે. મોરબીના વીસીપરા, ભડિયાદ રોડ, એલઇ કોલેજ રોડ સહિતના રોડ ઉપર હાલ તંત્ર દ્વારા રોડની કામગીરી કરવામાં આવી છે. જેમાં વેટ મિક્સ ઓછું ને કપચી વધુ નાખવામાં આવી છે. આના કારણે વાહનો સ્લીપ થાય છે. ઉપરાંત રહેણાંક વિસ્તારમાં કપચીના કાકરા ઉડતા હોવાની ફરિયાદ ઉઠી છે. આ અંગે મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું કે આવી જગ્યા હશે ત્યાં ફરી સમારકામ કરવામાં આવશે.