ટંકારા : ટંકારા તાલુકામાં ગાજવીજ અને પવન સાથે વરસાદ વરસ્યો છે. ભારે પવન અને કરા સાથે વરસાદ પડતાં ટંકારાના ઘુનડા (ખાનપર) ગામના રસ્તા પર મહાકાય વૃક્ષ જમીન દોસ્ત થઈ ગયું છે. જેના કારણે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે. આ અંગેની જાણકારી મળતાં જ વહીવટી તંત્ર દ્વારા રસ્તો ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરી દેવામાં આવી છે.