મોરબી : મોરબીમાં સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજ, મોરબી ખાતે આજરોજ 24-1-2025ના રોજ 'માર્ગ સલામતી માસ 2025' અંતર્ગત માર્ગ સલામતી સેમિનારનું એન.એસ.એસ. વિભાગ દ્વારા આયોજન કરવામાં આવેલ હતું. આ દરમ્યાન ડો. અતુલ ધ્રુવે મોરબી આર.ટી.ઓ. ખાતેથી પધારેલા વાહન નિરીક્ષક આર. એ. જાડેજાનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. તજજ્ઞ વક્તા આર. એ. જાડેજાએ ઉત્તમ વક્તવ્ય આપ્યું હતું. જેમાં તેમણે પી.પી.ટી.ના માધ્યમ દ્વારા વાહન વ્યવહાર અંગેની માર્ગ અકસ્માત અંગેની સરળ ભાષામાં ખૂબ ઉપયોગી માહિતી આપી હતી. એન.એસ.એસ.ના સ્વયંસેવક વિદ્યાર્થી ભાઈ-બહેનોએ ઉત્સાહભેર આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન એનએસએસના પ્રોગ્રામ ઓફિસર ડૉ. રામભાઈ વારોતરીયાએ કર્યું હતું. આ કાર્યક્રમના અંતે ડૉ. નાજાભાઈ કોડીયાતરએ આભાર વિધિ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. કવિતાબા ઝાલાએ કર્યું હતું.