મોરબી : આજ રોજ તારીખ 6 જાન્યુઆરીના રોજ મોરબીની જે.એ. પટેલ મહિલા કોલેજ ખાતે માર્ગ સલામતી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં કોલેજના પ્રિન્સિપાલ કે.પી. પટેલ, ટ્રાફિક પીએસઆઈ દિલીપ ઠક્કર, આરટીઓ ઇન્સ્પેક્ટર આર. એ. જાડેજા દ્વારા વિદ્યાર્થિનીઓને ગુડ સમેરિટન યોજના, ભારે વાહનોના બ્લાઈન્ડ સ્પોટ, વાહનની ગતિમર્યાદા તેમજ લાઇસન્સ બાબતેની માહિતી આપવામાં આવી હતી.