મોરબી : ગઈકાલે તા. 3ના રોજ નેશનલ રોડ સેફ્ટી મંથ-2021 અંતર્ગત મોરબી જિલ્લા ટ્રાફિક પોલીસ અને સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા બી.આર.સી. ભવન ખાતે દિવ્યાંગ વ્યક્તિઓ માટે રોડ સેફ્ટી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં દિવ્યાંગોને લગતા મોટરવાહન કાયદાની સમજ આપવામાં આવી હતી. જેમાં આરટીઓ ઇન્સ્પેકટર બી. એ. સિંગાળા અને એ. આર. સૈયદ ઉપસ્થિત રહેલ હતા.