મોરબી : રાષ્ટ્રીય 36માં માર્ગ સલામતી મહિનાની ઉજવણી અંતર્ગત આજે તારીખ 16 જાન્યુઆરીના રોજ વાંઢીયા પંચાયતી પ્રાથમિક શાળામાં સૂરજબારી ટોલનાકાના સ્ટાફ દ્વારા એક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉચ્ચ અધિકારી ઉત્તમસિંહ, સુરક્ષા અધિકારી અજહર ખાન, ટોલનાકાના પ્રબંધક મુકેશ શર્મા, ઘટના પ્રબંધક અધિકારી શર્મા, ટોલનાકાનો તમામ સ્ટાફ દ્વારા શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને માર્ગ સલામતીનું મહત્વ સમજાવ્યું હતું. આ કાર્યક્રમમાં માર્ગ સલામતીના નિયમો અંગેની માહિતી પણ આપવામાં આવી હતી.