રાહદારીઓ અને વાહનચાલકોને માસ્ક આપી ટ્રાફિકના નિયમોની માહિતી અપાઈ માળીયા (મી.) : માળીયા પોલીસ અને સૂરજબારી ટોલ પ્લાઝા દ્વારા રોડ સેફ્ટી અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાહદારીઓ અને વાહનચાલકોને માસ્ક આપી ટ્રાફિકના નિયમોની માહિતી આપવામાં આવી હતી. માળીયા પોલીસ ટીમ અને સૂરજબારી ટોલ પ્લાઝાની IMT ટીમ દ્વારા AFM હોટલ પાસે રોડ સેફ્ટી અવેરનેસ પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો. જેમાં રાહદારીઓ અને વાહનચાલકોને કોવિડ-19 સામે સાવચેતી માટે માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. વધુમાં, વાહનચાલકોને ટુ વ્હીલરની સવારીમાં હેલ્મેટનો ઉપયોગ કરવા, કાર/મોટર વાહન ચલાવતા સમયે સીટ બેલ્ટનો ઉપયોગ કરવા, વાહન પર રેડિયમ ટેપને ચોંટાડવા સમજાવાયું હતું. સૂરજબારી IMT ટીમ દ્વારા સલામતીના નિયમો જેમ કે રોડ ક્રોસિંગ વખતે ધ્યાન રાખવા, બાઇક સવારી માટે હેલ્મેટનો ઉપયોગ કરવા, મોટર વાહન ડ્રાઇવિંગ વખતે અંતર જાળવી રાખવા, દારૂ પીને વાહન નહીં ચલાવવા, વધુ ઝડપે નહીં વાહન ચલાવવા અને ઓવર ટેક નહીં કરવા સહિતના ટ્રાફિકના નિયમો વિષે માહિતગાર કરવામાં આવ્યા હતા.