મોરબી: મોરબીના સામાકાંઠે આવેલ મહારાણા પ્રતાપ સર્કલ પાસે વરસાદી માહોલ વચ્ચે માર્ગની હાલત અત્યંત દયનીય બની ગઈ છે. સર્કલ પાસે મોટા-મોટા ખાડાઓ પડી ગયા છે અને તેમાં પાણી ભરાઈ જવાના કારણે વાહનચાલકો તેમજ રાહદારીઓ માટે ભારે જોખમ ઊભું થયું છે.બીજી તરફ કીચડનું સામ્રાજ્ય ઊભું થયું છે જેના કારણે અકસ્માતનો ભય સતત સેવાઈ રહ્યો છે. રાત્રિના સમયે પાણી ભરાયેલા ખાડા દેખાતા ન હોવાથી અકસ્માતનું જોખમ વધુ વધી જાય છે. સ્થાનિક લોકો અને વાહનચાલકો દ્વારા તંત્ર સમક્ષ આ ગંભીર સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ કરાઈ છે.#Morbi #MorbiNews #SamaKantha #MaharanaPratapCircle #MorbiUpdates #RoadSafety #GujaratNews