જૂના બસ સ્ટેન્ડથી વિજય ટોકીઝ અને ત્યાંથી નવા ડેલા રોડ વૈકલ્પિક માર્ગ જાહેરમોરબી : મોરબી મહાપાલિકા દ્વારા જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીના રોડ પર ભૂગર્ભ ગટર નાખવાની કામગીરી ૧૮ ઓગસ્ટ, ૨૦૨૫ ને સોમવારથી શરૂ કરવામાં આવી છે. આ કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી આ રોડ વાહનવ્યવહાર માટે બંધ રહેશે. વાહનચાલકો અને રાહદારીઓને વૈકલ્પિક માર્ગ તરીકે જૂના બસ સ્ટેન્ડથી વિજય ટોકીઝ અને વિજય ટોકીઝથી નવા ડેલા રોડ સુધીના રૂટનો ઉપયોગ કરવા નાયબ કમિશનરની યાદીમાં જણાવાયું છે.