વાંકાનેર : વાંકાનેર-કુવાડવા મતવિસ્તારનાં વેજાગામ અને વાજડીગઢ ગામ ખાતે રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, રાજકોટ જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ ભુપતભાઈ બોદરના હસ્તે રોડનું ખાતમુહૂર્ત કરાયું હતું.આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય બાવનજીભાઈ મેતલીયા, રાજકોટ જિલ્લા પંચાયતના બેડી-3 સદસ્ય રાજાભાઈ ચાવડા, રાજકોટ તાલુકા ભાજપ પ્રમુખ કેયૂરભાઈ ઢોલરીયા,તાલુકા પંચાયત સદસ્ય વિક્રમભાઈ હુંબલ, જિલ્લા યુવા ભાજપ મહામંત્રી દેવભાઈ કોરડીયા, તાલુકા ભાજપ મંત્રી રીટાબેન વાડેચા, વાજડીગઢના સરપંચ ભુપેન્દ્રસિંહ જાડેજા, વેજાગામના આગેવાન જયદેવસિંહ જાડેજા, તાલુકા ભાજપ કિશાન મોરચા પદુભા ચુડાસમા, બક્ષીપંચ મોરચાના મંત્રી ધનરાજ ડોડીયા, ભાનુભાઈ ડાંગર તથા વાજડીગઢના આગેવાનો કિશોરભાઈ, દેવાયતભાઈ, ગોવિંદભાઈ, નાગજીભાઈ તથા વેજાગામના આગેવાનો ચંદુભાઈ, ઘેલાભાઈ, દેવાભાઈ, કિશોરસિંહ, જયદેવસિંહ, લાલાભાઈ, લાલજીભાઈ તથા આજુબાજુના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને આજુબાજુ ગ્રામજનો દ્વારા રાજય સરકાર અને ભાજપ સંગઠન અને વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.