વાંકાનેર : વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની રજૂઆત થી સમથેરવા ગામ થી સ્ટેટ હાઇવેને જોડતા 4 કિલોમીટરના રોડનું આજ રોજ ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આશરે રૂ.80.88 લાખનાં ખર્ચે આ ડામર રોડનું (રિસર્ફેસ) કામ મંજૂર કરવામાં આવ્યું છે. તેનું આજ રોજ ધારાસભ્ય જીતુભાઈ સોમાણીનાં હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગ્રામજનો દ્વારા ધારાસભ્યનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.રોડના ખાતમુહૂર્ત પ્રસંગે સમથેરવા ગામના સરપંચ વિજયભાઈ બચુભાઈ, તાલુકા પંચાયતના સદસ્ય રમેશભાઈ કાંજીયા, અજયભાઈ વિંઝવાડીયા, પ્રભુભાઈ વિંઝવાડીયા, માવુભા ઝાલા, અશ્ચિનભાઈ મેઘાણી, હેમુભાઈ ધરજીયા, સરપંચ અલુભાઈ ઉંડેચા, જુગાભાઈ ઝાલા, ભરતભાઈ કાંકરેચા, અવચરભાઈ શંભુભાઈ, ચંદ્રેશભાઈ કાંજીયા, પથુભાઈ દેલવાડીયા, મનાભાઈ નંદાસણીયા, મુનાભાઈ દુધરેજીયા, મનસુખભાઈ સેટાણીણા, જીતુભાઈ પટેલ, હકાભાઈ ધરજીયા, હકાભાઈ મુંધવા, ભરતભાઈ પટેલ તેમજ બહોળી સંખ્યામાં સૌ આગેવાનો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.