મોરબી : મોરબીના લાલપર ખાતે રીયલ પ્લાઝા પાસે છેલ્લા એક મહિનાથી તંત્ર દ્વારા ગટર ખોદીને યોગ્ય રીતે બંધ નહીં કરાતા રસ્તો બંધ થઈ ગયો છે. જેના કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદી પાણી ભરાતું હોય ગટર ખોલી નાખવામાં આવી હતી જેથી પાણી ભરાવાનો પ્રશ્ન હલ તો થઈ ગયો પરંતુ ગટર ખુલ્લી રાખી દાતા રિયલ પ્લાઝા અને તેની બાજુમાંથી નીકળતો રસ્તો બંધ થઈ ગયો છે. છેલ્લા 1 મહિનાથી વાહનચાલકો આ મુશ્કેલી ભોગવી રહ્યા છે. તો વહેલી તકે આ રસ્તો યોગ્ય રીતે ચાલુ થાય તેવી કાર્યવાહી કરવામાં આવે તેવી માગ ઉભી થઈ છે.