મોરબી : જોખમ ઉપર પોલીસનું જોખમ આવી ગયું હોવાની ઘટનામાં મોરબી તાલુકા પોલીસે ભરતનગર ગામની સિમમાથી દિપક ઉર્ફે જોખમ નામના શખ્સને બિયરના બે ડબલા સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ હેઠળ કાર્યવાહી કરી હતી. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ભરતનગર ગામની સીમમાં ભરતવન ફાર્મ નજીકથી દિપકભાઈ ઉર્ફે જોખમ રમેશભાઈ કાલરીયા, ઉ.30, રહે. રવાપર રેસીડેન્સી બ્લોક-4, 302, વાળાને પાસ પરમીટ કે આધાર વગર કિંગફિશર સ્ટ્રોંગ પ્રિમીયમ બિયરના બે ટીન કિંમત રૂપિયા 200 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.