સોસાયટીના રહીશો દ્વારા પ્રમુખને રજૂઆત કરી આરોગ્ય વિભાગને જાણ કરવા અને યોગ્ય કાર્યવાહી કરવા માંગટંકારા (મોરબી અપડેટ): ટંકારા શહેરના પોશ વિસ્તારમાં ગંદકી અને કચરાના ઢગલાઓને કારણે મચ્છરનો ઉપદ્રવ વધ્યો હોવાની ફરિયાદો ઉઠી છે. આ બાબતે સોસાયટીના રહીશો દ્વારા ગંભીરતા દાખવીને સોસાયટીના પ્રમુખને લેખિત રજૂઆત કરવામાં આવી છે અને તાત્કાલિક પગલાં લેવા માંગ કરવામાં આવી છે.સોસાયટીના સભ્યો દ્વારા પ્રમુખને કરવામાં આવેલી રજૂઆતમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે, સોસાયટીની આસપાસની પરિસ્થિતિ હાલમાં મચ્છરોના ઉત્પાદન કેન્દ્ર સમાન બની ગઈ છે. મચ્છરોનો ત્રાસ વધતા લોકોના સ્વાસ્થ્ય પર મોટો ખતરો મંડરાઈ રહ્યો છે. જેથી આ રોગચાળાને ફેલાતો અટકાવવા માટે સત્વરે આરોગ્ય વિભાગને જાણ કરવામાં આવે તેવી વિનંતી કરવામાં આવી છે.આ ઉપરાંત, રજૂઆતમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે વિસ્તારમાં લોકો દ્વારા કચરાના ઉકરડાઓ સતત વધારવામાં આવી રહ્યા છે. આ કચરાના ઢગલાઓને કારણે વરસાદી કે અન્ય પાણીના પ્રવાહને મોટો અવરોધ ઉભો થઈ રહ્યો છે, જેનાથી પાણીનો ભરાવો થાય છે અને ગંદકી વધુ ફેલાય છે. સોસાયટીના સભ્યો દ્વારા પ્રમુખને આ સમસ્યાઓનું વહેલી તકે નિરાકરણ લાવવા અને ઘટતી કાર્યવાહી કરવા માટે અપીલ કરવામાં આવી છે.#Morbi #MorbiNews #MorbiUpdates #PublicIssue #CleanMorbi #HealthAwareness #MosquitoControl