આખલાના ત્રાસથી વાહનોને નુકશાન, અકસ્માતનો ભય વધ્યોમોરબી: શહેરના હાર્દ સમાન વિસ્તારોમાં દિવસેને દિવસે આખલાઓનો ત્રાસ વધી રહ્યો છે. મોરબીના અનેક વિસ્તારોમાં છાસવારે આખલાઓ બાખડી પડે છે. અને તેના કારણે રેહવાશીઓ અને રાહદારીઓ પર જીવનનું જોખમ સર્જાય છે.ત્યારે શહેરના શનાળા બાયપાસ પાસે આવેલા લાયન્સનગર વિસ્તારમાં વોર્ડ નં.11 ના સ્થાનિકોને અવાર નવાર થતા આખલા યુદ્ધની પરિસ્થિતિને કારણે હાલાકીનો સામનો કરવો પડતો હોવાની ફરિયાદ સાથે આખલા યુદ્ધથી લોકોના વાહનોને નુકશાન થઇ રહ્યા છે તેમજ રસ્તા બંધ થઈ જતાં આ વિસ્તારોમાં અકસ્માતનો ભય વધી રહ્યાનું જણાવી સામાજિક કાર્યકર અબ્દુલ એમ. બુખારી દ્રારા મોરબી પાલિકાના ચીફ ઓફિસરને આ અંગે તાત્કાલિક પગલાં લેવા લેખિત અરજી કરી વિનંતી કરવામાં આવી છે.