ગટરમાં એક મહિલા ખાબકતા રહીશોએ મહામહેનતે બહાર કાઢી હોવાની માહિતી મોરબી : મોરબીના વિજયનગરમાં રોડ પર ખુલ્લી ગટરથી અકસ્માતનું જોખમ વધ્યું છે. તેમજ આ ગટરમાં એક મહિલા ખાબકતા રહીશોએ મહામહેનતે બહાર કાઢી હોવાનું જાણવા મળ્યું છે. મોરબી શહેરના વીસીપરામાં આવેલા વિજયનગર મેઇન રોડ પર આવેલ એક જનરલ સ્ટોર પાસે ભુગર્ભ ગટર ઢાંકણા વિનાની ખુલ્લી છે. આ ગટરની ફરતે કોઈ આડશ પણ રાખવામાં આવી નથી. જેના કારણે રાહદારીઓ, વાહનચાલકો તથા રખડતા પશુઓ પર જીવનું જોખમ વધ્યું છે. તેમજ ગટર ખુલ્લી હોવાના લીધે રોગચાળાનું જોખમ પણ વધી શકે છે. આ ઉપરાંત, સ્થાનિકોએ જણાવ્યું છે કે આ ખુલ્લી ગટરમાં એક મહિલા પડી ગઈ હતી. જે મહિલાને સ્થાનિકોએ મહામહેનતે બહાર કાઢી મહિલાનો જીવ બચાવ્યો હતો. ત્યારે આગામી દિવસોમાં હજુ વધુ દુર્ઘટના સર્જાય તે પહેલાં આ ગટરને બંધ કરવા પગલા લેવામાં આવે તેવી સ્થાનિકોએ તંત્રને અપીલ કરી છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate