રોડના કામ માટે ખડકાયેલા માટીના ઢગલાને કારણે વાહનચાલકોને મુશ્કેલી મોરબી : મોરબીના શક્ત-શનાળા ગામથી રાજપર ગામ સુધીના રોડ ઉપર માટીના ડગલાં ખડકાયેલા હોવાથી વાહનચાલકો ઉપર અકસ્માતનું જોખમ તોળાઈ રહ્યું છે. આ રોડના કામ માટે માટીના ઢગલા ખડકી દીધા બાદ કોઈ કામગીરી ન કરતા રોડ ઉપર પડેલા માટીના ઢગલાને કારણે વાહનચાલકો ઉપર અકસ્માતની ભીતિ રહે છે. તેમજ વાહનચાલકોને અવરજવર કરવામાં પણ હાલાકી ભોગવવી પડે છે. મોરબીના શક્ત-શનાળા ગામથી રાજપર ગામ સુધીમાં માર્ગ ઉપર અગાઉ રોડના કામ માટે માટીના ઢગલા કરો દેવામાં આવ્યા છે. પણ હજુ સુધી કોઈ કામગીરી કરવામાં આવી નથી. પરિણામે રોડ ઉપરના ઢગલાને કારણે વાહનચાલકોને સતત અકસ્માતની દહેશત રહે છે અને લોકોને અવરજવર કરવામાં પણ હાલાકી ભોગવવી પડે છે. આ ગ્રામ્ય વિસ્તારોનો મુખ્યમાર્ગ હોવાથી મોટી સંખ્યામાં વાહનોનો અહીંથી ધસારો રહે છે. એથી, માટીના ઢગલાને કારણે કોઈનો ભોગ લેવાય તે પહેલાં સંબધિત તંત્ર જાગીને યોગ્ય કામગીરી કરે તેવી સ્થાનિક લોકોએ માંગ ઉઠાવી છે.