મોરબી : હાલ ખરીફ પાકની વાવણીનો સમય નજીક આવી રહ્યો છે ત્યારે મચ્છુ 2 ડેમમાંથી ખેડૂતોને પાણી આપવા માટે મોરબી ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિએ ખેડૂતો વતી પાણીની માંગ કરી છે. ગત તારીખ 22 એપ્રિલના રોજ મચ્છુ 2 ડેમના કન્મોન્ડ વિસ્તારમાં આવેલા ગામોના સરપંચો દ્વારા ખરીફ પાકની ખેતીના પિયત માટે 15મી મેથી પાણી આપવાની રજુઆત કરવામાં આવી હતી. જે અન્વયે હજુ કોઈ જાહેરાત ન થતા મોરબી ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિએ ફરી એક વખત પાણી માટેની માંગણી દોહરાવી છે.