મોરબી : મોરબીમાં હાલ ઘણા ઉધોગો એવા છે જે સ્વબળે ઉભર્યા છે. આ ઉધોગગૃહોને સરકાર તરફથી કોઈ પણ પ્રકારનો સહકાર મળી રહ્યો નથી. ત્યારે આવા ઉધોગો માટે ખાસ કરીને જરૂરી એવી પાણીની સુવિધા સરકાર તરફથી પાઇપલાઇન મારફતે પુરી પાડવાની માંગ ઉઠી રહી છે. જો પાણીની પાઇપલાઇનથી ઉધોગગૃહોને પાણી પૂરું પડાય તો સરકારને તેના ચાર્જની આવક પણ ઉભી થાય અને ગેરકાયદે ચાલતો પાણીનો વેપલો પણ બંધ થાય. ઉધોગગૃહોને વાજબી કિંમતે નિયમિત પાણી પણ મળી રહે. સીરામીક અને તેને સંલગ્ન ઉધોગોમાં પાણીનો વપરાશ વિશેષ પ્રમાણમાં થાય છે. આવા યુનિટોને બહારથી મોંઘા ભાવનું પાણી વેચાતું લેવું પડે છે. જે મોટે ભાગે ટેન્કરો દ્વારા પૂરું પડાય છે. આવા ટેન્કરો પણ ગેરકાયદે સ્ત્રોતોમાંથી પાણી ઉપાડે છે. જેનાથી સરકારને પણ નુકશાન થાય છે. ચીન સહિતના દેશો સાથે જ્યારે મોરબીના સ્થાનિક ઉધોગોની સીધી સ્પર્ધા છે ત્યારે એ દેશોની સરકારની જેમ સ્થાનિક તંત્ર તેમજ રાજ્ય અને કેન્દ્ર સરકારે આ બાબતે ઉધોગકારોની સહાય કરવી જોઈએ. મોરબીનો ઉધોગ દેશને ઘણું વિદેશી હૂંડિયામણ રળી આપે છે. ત્યારે સરકારે અન્ય પાણી તેમજ અન્ય સુવિધાઓ જેવી કે ગેસના ભાવ ઉધોગોને સહાયક અને પ્રોત્સાહક બને એવું આયોજન જરૂરી બની ગયું હોવાનો સુર ઉઠી રહ્યો છે. સેતુબંધ ફાઉન્ડેશનના પ્રમુખ કાંતિલાલ બાવરવાએ આ અંગે ગુજરાત વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાનું ધ્યાન દોરી આ પ્રશ્ન ઉચ્ચકક્ષાએ ઉઠાવવા રજુઆત કરી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne