ટંકારા : ટંકારાના મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્મારક ટ્રસ્ટ દ્વારા વર્ષોથી ચાલી આવતી પરંપરા પ્રમાણે આ વર્ષે પણ ઋષિ બોધોત્સવ (મહાશિવરાત્રી)નું આયોજન આગામી તા. 20,21 અને 22 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવ્યું છે. જેના અંતર્ગત આગામી તા. 15 ફેબ.થી 22 ફેબ.દરમિયાન સામવેદ પારાયણ યજ્ઞ રાખવામાં આવશે. આ યજ્ઞના આચાર્ય પદે રામદેવ શાસ્ત્રી રહેશે. આ સંપૂર્ણ કાર્યક્રમના અધ્યક્ષ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે પદ્યમશ્રી ડો. પૂનમ સુરી તથા અતિથિ વિશેષ તરીકે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, ઉદ્યોગપતિ પધ્મભૂષણ મહાશય ધર્મપાલજી તથા આર્ય પ્રાદેશિક પ્રતિનિધિ સભાના મંત્રી સુરેન્દ્રકુમાર શર્મા તેમજ અજંતા ગ્રુપના પ્રવીણભાઈ, જયસુખભાઇ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. આ તકે આયોજકો દ્વારા શહેરીજનોને આમંત્રણ આપવામાં આવ્યું છે.