એમ.પી. જૈન પૌષધ શાળાના ભાવના મંડળની ટીમ પ્રથમ વિજેતા બની, ટ્રોફી અને રોકડ પુરસ્કાર એનાયત કરાયાવડાપ્રધાનની અપીલ બાદ અનેક લોકોએ દેશ હિત માટે સંકલ્પ લીધામોરબી : સદજ્ઞાનથી સુખ મળે છે અને શુદ્ધ જ્ઞાનથી મોક્ષ મળે છે તેવા હેતુથી ગચ્છાધિપતિ આચાર્ય ગુરૂદેવ ભાવચંદ્રજી સ્વામીની પ્રેરણાથી એમ.પી. જૈન પૌષધ શાળાના ઉપક્રમે સમસ્ત મોરબીના મહિલા મંડળ અને સંઘની ટીમો સાથે ઋષભ પ્રશ્નમંચનું આયોજન કરવામાં આવ્યું હતું. તપ તેજસ્વીની વિજેતાકુમારી આર્યાજીના અઠમ તપના વર્ષીતપ નિમિત્તે મહિલા મંડળો વચ્ચે ગત તારીખ 15ના રોજ શુક્રવારે સવારે 9 થી 12.30 કલાક સુધી દશાશ્રીમાળી વાડીમાં ઋષભદેવ પ્રભુના જીવન ચરિત્ર આધારિત જ્ઞાન અને જીજ્ઞાસા વધારતો આ પ્રશ્નમંચ યોજાયો હતો, જેમાં 10 ટીમોએ ભાગ લીધો હતો.આ પ્રશ્નમંચના અલગ-અલગ રાઉન્ડ બાદ ભાવના મંડળની ટીમ પ્રથમ ક્રમે વિજેતા બની હતી. ટીમના કેપ્ટન પ્રીતિબેન મહેતા, મૃદુલાબેન મહેતા, નીરૂબેન દામાણી, જ્યોતિબેન મહેતા અને નીરૂબેન ગાંધીને ઋષભ ટ્રોફી, ગિફ્ટ, રોકડ પુરસ્કાર અને અભિવાદન પત્ર એનાયત કરાયા હતા. સોની બજાર સંઘના પ્રમુખ નવીનભાઈ દોશી, હસમુખભાઈ દોશી, યોગેશ મહેતા, અશોક મહેતા, રાજુ ગાંધી, મનોજ દેસાઇ, દેવાંગ દોશી અને કોર્પોરેટર જયેશ દેસાઈના હસ્તે આ વિજેતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.સ્પર્ધામાં દ્વિતીય ક્રમે કાજલ મહેતા, ભવ્ય મહેતા, ખુશ્બુ મહેતા, તેજલ દેસાઈ અને હિના મહેતાની ટીમ વિજેતા રહી હતી. જ્યારે તૃતીય ક્રમે મયણાસુંદરી પુત્રવધૂ મંડળના સુધાબેન મહેતા, પ્રીતિ મહેતા, અંજના મહેતા, નિશિતા દોશી અને ચંદ્રિકા નંદુ રહ્યા હતા. આ વિજેતાઓને પણ ટ્રોફી અને રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.સમગ્ર પ્રશ્નમંચમાં નાની વયના નૈતિક નયન ખોખાણીને જ્ઞાન પુરુષાર્થનું વિશેષ ઇનામ આપવામાં આવ્યું હતું. આ આયોજનમાં અરિહંત મુનિજી, વર્ધમાન મુનીજી અને અન્ય સતીજીઓએ સેવા સહયોગ આપ્યો હતો. આ કાર્યક્રમમાં આરાધનાજી મ. સ્. ના સુશિષ્યા તપસ્વીની વિજેતાકુમારી આર્યાજી ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. અંતમાં કાર્યક્રમના મુખ્ય દાતા ઝવેરબેન એન. નંદુ, શાંતિ સ્વરૂપ સંગોઈ અને અમિત દેસાઈ સહિતનાઓનો એમ.પી. શેઠ જૈન પૌષધ શાળા દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.અહીં હાજર ઘણા બધા લોકોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અપીલને માન આપીને 12 મહિના સુધી વિદેશ જવું નહીં, સોનું ખરીદવું નહીં, મહિનામાં 8 દિવસ ડિઝલ વાહનમાં બેસવું નહીં, રાત્રિ ભોજન ત્યાગ વગેરે સંકલ્પ કર્યા હતા. #Morbi #MorbiUpdate #MorbiNews #JainSamajMorbi #JainMahilaMandal #Prashnamanch #GyanSpardha