પાલિકા પ્રમુખના વોર્ડ અને નવલખી અને વાવડી રોડ પરની સોસાયટીના લોકોએ ગટરના પાણી ભરાઈને પીવાના પાણીમાં ભળી જતા હોવાથી ફરિયાદ સાથે પ્રમુખને ઘેરાવ કરી ઉગ્ર રજુઆત કરી : સાથે કલેકટરને પણ આવેદન આપ્યું મોરબી : મોરબીમાં પાલિકા તંત્ર પ્રાથમિક સુવિધા આપવામાં સદંતર નિષફળ નીવડ્યું હોવાથી સમસ્યાઓથી પીડિત લોકોની ધીરજ ખૂટી ગઈ છે.પાલિકા તંત્રના પાપે ગટરની સમસ્યાઓ વકરતા બે વિસ્તારોના લોકો વિફર્યા હતા અને નવલખી અને વાવડી રોડ પરની સોસાયટી તથા પાલિકા પ્રમુખના વોર્ડના લોકોએ આજે પાલિકામાં દૂષિત પાણીના પ્રશ્ને હંગામો મચાવ્યો હતો.તેમજ પ્રમુખને ઘેરાવ કરીને ઉગ્ર રજુઆત કરી હતી. અને સાથે કલેકટરને પણ આવેદન આપ્યું હતું. મોરબીના નવલખી અને વાવડી રોડ વચ્ચે આવેલ ન્યુ કુબેર સોસાયટીમાં પાણી ભરાવવાના મુદે આ વિસ્તારના મોટી સંખ્યામાં સ્ત્રી પુરુષોના ટોળા મોરબી નગરપાલિકા કચેરીમાં આવીને હલ્લાબોલ કર્યું હતું અને પાલિકા પ્રમુખને પોણો કલાક સુધી ઘેરાવ કરીને આ વિસ્તારના લોકોએ ઉગ્ર રજુઆત કરી હતી કે, તેમની સોસાયટીમાં ગટરના પાણી ભરાયેલા છે અને આ ગટરના દૂષિત પાણી પીવાના પાણી સાથે ભળી જતા હોવાથી સ્થાનિક લોકોના આરોગ્ય પર ગંભીર ખતરો તોળાઈ રહ્યો છે. તેમના ઘરની સામે ગંદા પાણીના તલાવડા ભરાયેલા હોવાથી મચ્છરોનો ભારે ઉપદ્રવ રહે છે. આથી બાળકો માંદા પડે છે અને ગારા કીચડ થાય છે.તેથી વાહન પણ નીકળી શકતા નથી. બાળકોને સ્કૂલે મુકવા જવામાં પણ તકલીફ રહે છે. ઉપરાંત આ સોસાયટીમાં સ્ટ્રીટ લાઈટ પણ નથી. અંધારપટને કારણે ચોરીના બનાવો પણ બને છે. આથી સ્થાનિક લોકોએ પોણો કલાક સુધી આ મામલે ઉગ્ર રજુઆત કરી હતી. ત્યારે ચીફ ઓફિસરે આ તમામ સમસ્યાઓ ઉકેલવાની ખાતરી આપી હતી.આ વિસ્તારના લોકોએ તેમની સમસ્યા અંગે કલેકટરને પણ આવેદન આપ્યું હતું. આ ટોળાની રજુઆત પુરી થઈ ત્યાં જ પાલિકા પ્રમુખના વોર્ડ વિસ્તારનું ટોળું પાલિકાએ આવ્યું હતું. પાલિકા પ્રમુખના વોર્ડ વિસ્તાર શનાળા રોડ પરના કન્યા છાત્રાલય રોડ પર ક્રિષ્નાપાર્ક અને રાધાપાર્કના લોકોએ દૂષિત પાણીની સમસ્યાઓ મામલે પાલિકા તંત્રને ઉગ્ર રજુઆત કરી હતી.આ લોકોએ એવો આક્ષેપ કર્યો હતો કે , તેમના વિસ્તારમાં ગટરના પાણી પીવાના પાણી સાથે ભળી જતા હોવાની ગંભીર સમસ્યા મામલે પાલિકા પ્રમુખના ઘરે રજુઆત કરવા જાય તો પણ તેઓ આ મુદ્દે યોગ્ય ધ્યાન આપતા નથી. ગટરના પાણી ભરાવવાથી ઘરમાં પણ જઈ શકાતું નથી અને મહેમાનોને પણ બોલાવી શકતા નથી અને ગટરના પાણી પ્રશ્ન ઉકેલવાની ઉગ્ર રજુઆત કરી હતી. આમ આજે મોરબી પાલિકામાં પ્રાથમિક સુવિધા પ્રશ્ને બે વિસ્તારના લોકોએ પોતાની સમસ્યાઓ અંગે ઉગ્ર રજુઆત કરી તંત્રના બેહરા કાને પોતાની વ્યથા ઠાલવી હતી.બે તંત્ર વચ્ચેની એકબીજા પર જવાબદારીના ખો થી પીસતા લોકો હજુ સુધી શહેરમાં માત્ર વરસાદી ઝાપટા જ પડ્યા છે.ત્યાં જ પાણી ભરાવવની પરિસ્થિતિ સર્જાઈ છે.ત્યારે વધુ વરસાદ પડે તો કેવી પરિસ્થિતિ સજાઈ?મોટાભાગે ભૂગર્ભ ગટરની લાઈનનાથી દૂષિત પાણી પીવાના પાણીમાં ભળી જાય છે. રોહિદાસપરા સહિતના અનેક વિસ્તારોમાં દૂષિત પાણીની સમસ્યાઓ સર્જાઈ છે.ખરેખરતો બે તંત્રના સંકલનના અભાવે આ સમસ્યા વકરી છે.પાલિકા તંત્ર અને પાણી પુરવઠા તંત્રની એકબીજા પર જવાબદારીના ખો થી વિના વાંકે લોકોનો મરો થઈ રહ્યો છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne