હળવદ :આજે હળવદ શહેરના રેલ્વે સ્ટેશન પાસે સીએનજી રીક્ષા ખાડામાં ફસાઈ જતા ચાલકને આખ ગુમાવવાનો વારો આવ્યો છે.જ્યારે પાછળ બેઠેલા કિન્નર ને ઇજા પહોંચી હોવાનું જાણવા મળે છે.હળવદ શહેરમાં અદાણી દ્વારા ગેસની પાઇપલાઇન નાખવામાં આવી રહી છે.જેના કારણે શહેરના મોટાભાગના રસ્તાઓ ખોદી નાખવામાં આવ્યા છે.ખોદાણ કામ કર્યા બાદ યોગ્ય બુરાણ કામ કરવામાં ન આવતું હોય જેના કારણે અવાર-નવાર નાના મોટા અકસ્માતના બનાવો પણ સામે આવતા હોય.ત્યારે આજે સવારના દસેક વાગ્યાની આસપાસ હળવદ શહેરના રેલ્વે સ્ટેશન રોડ પાસે આવેલ જીઓ વાળી શેરીમાં રસ્તામાં ખોદાણ કામ કર્યા બાદ બાજુમાં જ ખાર કુવો તોડી નાખેલો હોય અને માથે માત્ર માટી જ નાખી દીધી હોય જેથી ત્યાંથી પસાર થતાં રીક્ષા ચાલક રાહુલભાઈ ધીરૂભાઈ વાઘેલાની રીક્ષા ખાડામાં ખાબકી હતી અને રીક્ષા ચાલકની આંખમાં ગંભીર ઇજાઓ પહોંચતા આંખ ગુમાવવાનો વારો આવ્યો છે.જ્યારે રિક્ષામાં પાછળ બેઠેલા કિન્નરને પણ ઈજા પહોંચી હોવાનું જાણવા મળે છે.જેથી શહેરીજનો માંગ કરી રહ્યા છે કે જે કંપની દ્વારા ખોદકામ કરવામાં આવી રહ્યું છે તેની પાસે જ યોગ્ય બુરાણ કામ કરાવવામાં આવે અને લોકોને નાના મોટા થતા અકસ્માતથી પાલિકા તંત્ર બચાવે તે જરૂરી છે.