પંદર દિવસ પહેલા બનેલ ઘટના અંગે ફરિયાદ નોંધાઇટંકારા : રાજકોટ - મોરબી હાઇવે ઉપર ટંકારા તાલુકાના હરબટિયાળી ગામથી આગળ જતા કાર ચાલકે અતુલ શક્તિ રીક્ષાને પાછળથી ઠોકર મારતા રીક્ષા પલ્ટી ગઈ હતી.આ અકસ્માતમાં રીક્ષા ચાલકનું મૃત્યુ નિપજતા બનાવ અંગે મૃતકના ભાઈએ ફરિયાદ નોંધાવી છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગત તા.23 ઓગસ્ટના રોજ રાજકોટ - મોરબી હાઇવે ઉપર જીજે - 03 - બીયું - 3747 નંબરની રીક્ષા લઈ રાજકોટ તરફ જઈ રહેલા મહમદશાહીલ ઇબ્રાહિમભાઈ શાહમદારની રીક્ષાને જીજે - 15 - સીબી - 9808 નંબરની કારના ચાલકે પાછળથી ઠોકર મારતા રીક્ષા પલ્ટી મારી જતા રીક્ષા નીચે દબાઈ જતા મહમદશાહીલનું મૃત્યુ નિપજ્યું હતું.અકસ્માતની આ ઘટના અંગે મૃતકના મોટાભાઈ અહેમદશા શાહમદાર રહે.પંચાસર રોડ, મોરબી વાળાએ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.