ટંકારા : ટંકારા નજીક લતીપર રોડ ઉપર સાવડી પાસેના અકસ્માત ઝોન પાસે આજે બપોરે વધુ એક રીક્ષા પલ્ટી ખાઈ ખેતરમાં પહોચી ગઈ હતી. કોઈ જાનહાનિ કે ઈજા અંગે માહિતી મળી નથી પરંતુ આ ગોળાઈ ઉપર ડરઝનેક અકસ્માત સર્જાઈ ચુક્યા છે તેવું જાણવા મળી રહ્યું છે.