મોરબી : મોરબીના ઘુંટુ નજીક સેલોન સિરામિક પાસે એક માલવાહક રીક્ષા નદીમાં ખાબકી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે જાણવા મળતી વિગત સાંજે 4 :30 વાગ્યાના અરસામાં બેઠા પુલ ઉપરથી રીક્ષા પસાર થઈ રહી હતી. અચાનક બ્રેક મારતા અહીં સેવાળના લીધે રીક્ષા સ્લીપ થઈ હતી અને નદીમાં પડી હતી. બાદમાં ક્રેનની મદદથી રિક્ષાને બહાર કાઢવામાં આવી હતી. સદનસીબે રિક્ષાચાલકને કોઈ ઇજા પહોંચી નથી.