રિક્ષાચાલકો મોટી સંખ્યામાં બી ડિવિઝન પોલીસ મથકે ઉમટ્યા, પીઆઇ સાથે વાત કરી સોમવાર સુધીમાં નિરાકરણ લાવવાનું નક્કી થયુંhttps://youtu.be/5gnOvutz7_4મોરબી : મોરબીમાં રીક્ષા ચાલકો દ્વારા આજે હડતાલ પાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. તેવામાં ઘટના સ્થળે પોલીસ પહોંચ્યા બાદ મોટી સંખ્યામાં રિક્ષાચાલકો પોલીસ સ્ટેશનને પહોંચ્યા હતા. જ્યાં રજુઆત કરી રિક્ષાચાલકોએ દંડની કાર્યવાહી બંધ નહિ થાય તો સજ્જડ હડતાલ પાડવાનું એલાન આપ્યું છે.પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી જિલ્લામાં પોલીસ દ્વારા રીક્ષા ચાલકો વિરુદ્ધ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. જેમાં મોટી સંખ્યામાં રિક્ષાઓ ડિટેઇન કરવામાં આવી હતી અને દંડ ફટકારવામાં આવ્યો હતો. જેના વિરોધમાં મહેન્દ્રનગર ચોકડી, ગેંડા સર્કલ સહિતના સ્થળોએ રિક્ષાચાલકો એકત્ર થઈ રીક્ષાના થપ્પા લગાવી રહ્યા હતા. ઉપરાંત અહીંથી પસાર થતી રીક્ષાઓ ખાલી કરાવીને ત્યાં અટકાવવામાં આવી રહી હતી. આ દરમિયાન પોલીસ ઘટના સ્થળે પહોંચતા રીક્ષા ચાલકો બી ડિવિઝન પોલીસ ખાતે પહોંચી પીઆઈને રજુઆત કરી હતી. બાદમાં રીક્ષા ચાલકોએ એવું જણાવ્યું હતું કે સોમવાર સુધીમાં દંડની કાર્યવાહી બંધ નહિ થાય તો રીક્ષા ચાલકો સજ્જડ હડતાલ પાડશે. વધુમાં રિક્ષાચાલકોએ એવું કહ્યું કે પાંચ પેસેન્જર ભરીએ તો ડિટેઇન કરી અંદાજે રૂ.12 હજારનો દંડ ફટકારવામાં આવે છે. જો ત્રણ પેસેન્જર જ બેસાડીએ તો પેસેન્જરને તથા રિક્ષાચાલકને પોષાય નહિ.