સરદાર બાગ નજીક અકસ્માત સર્જી નાસી ગયેલા બોલેરો ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ મોરબી : મોરબી શહેરના સરદાર બાગ નજીક ઓટો રિક્ષાને બોલેરો ચાલકે હડફેટે લઈ અકસ્માત સર્જતાં આ અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલા રીક્ષા ચાલકનું રાજકોટ ખાતે સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા અકસ્માત સર્જી નાસી ગયેલા બોલેરો ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે પ્રાપ્ત વિગતો મુજબ ગત તા.22 જુલાઈના રોજ મોરબીના શનાળા રોડ ઉપર સરદાર બાગ સામે સત્યમ પાન વાળી શેરીમાંથી રીક્ષા લઈ સામેની તરફ જઈ રહેલા રીક્ષા ચાલક કાનજીભાઈ દેવજીભાઈ વાઘેલાને ગાંધી ચોક તરફથી પુરપાટ ઝડપે આવી રહેલા બોલેરો પીકઅપ નંબર જીજે-16-ઝેડ-1373ના ચાલકે હડફેટે લેતા કાનજીભાઈને ગંભીર ઇજાઓ પહોંચતા પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવતા ગત તા. 28ના રોજ કાનજીભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતની આ ઘટનામાં મૃતકના પુત્ર જીતેન્દ્રભાઇ કાનજીભાઇ વાઘેલા, રહે.પીપળી વાળાએ અકસ્માત સર્જી નાસી છૂટેલા બોલેરો ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.