મોરબી : મોરબી જિલ્લામાં ગંભીર પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલ તેમજ લાંબા સમયથી પોતાની ધરપકડ ટાળવા સારૂ નાસતા ફરતા 4 આરોપીઓ ઉપર પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી દ્વારા ઇનામ જાહેર કરવામાં આવ્યું છે. આ આરોપી અંગે ચોક્કસ બાતમી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે. મોરબી સિટી એ પો.સ્ટેના ગુનામાં ફરાર આરીફ ગુલમામદભાઈ ધોળા/મીર રહે. કાલીકાપ્લોટ, નર્મદા હોલ પાસે, સાયન્ટીફિક રોડ, મોરબીવાળા ઉપર રૂ. 1 લાખ ઇનામ, મકસુદભાઈ ગફારભાઈ સમા રહે. કાલીકાપ્લોટ, નર્મદા હોલ પાસે, સાયન્ટીફિક રોડ, મોરબીવાળા ઉપર રૂ. 40 હજાર ઇનામ, કાદર ઉર્ફે બચ્ચન ગનીભાઇ મતવા/કુરેશી વજેપર મતવા વાસ,મો૨બીવાળા ઉપર રૂ. 30 હજાર ઇનામ તથા ટંકારા પોલીસ મથકના ગુનામાં ફરાર કમલેશ ડુટિયા ભીલ રહે. કેઈડાવદ તા.ફુલમાર, જાંબવા, એમપીવાળા ઉપર રૂ. 20 હજાર ઇનામ જાહેર કરવામાં આવ્યું છે.