મોરબી : ક્રાંતિકારી સેના દ્વારા મોરબી જિલ્લા પોલીસ હેડક્વાર્ટરમા બે પ્રતિમાઓનું નિર્માણ કરવામાં આવ્યું છે અને મોરબી જિલ્લા પોલીસ હેડક્વાર્ટરમા બે પ્રતિમાઓ અનાવરણ કરવામાં આવ્યું છે.એક ભારત માતા બીજી અશોક સ્તંભની આ પ્રતિમાઓ પોલીસ લાઈન એટલે કે મોરબી વાંકાનેર હાઇવે રફાડીયા ગામ પાસે મોરબી જિલ્લા પોલીસ હેડક્વાર્ટર વિશાળ જગ્યામા બની ગયું છે તેમાં દેશભક્તિના વિચારોને વધુ વેગ આપવા માટે ક્રાંતિકારી સેનાએ જવાબદારી સ્વીકારી પ્રતિમાનું નિર્માણ કર્યું હતું અને પોલીસ પ્રોટોકોલ મુજબ અનાવરણ કારમાં આવ્યું હતું આ કાર્ય બદલ ડીવાયએસપી અને ત્યાં ફરજ બજાવતા પીઆઇ દ્વારા ક્રાંતિકારી સેનાને સન્માનિત કરવામાં હતી.