મોરબી : મોરબીના રવાપર ગામે આજે ક્રાંતિકારી સેના દ્વારા રાણી લક્ષ્મીબાઈની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ વેળાએ મોટી સંખ્યામાં ક્રાંતિકારી સેનાના સભ્યો અને ગ્રામ પંચાયતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ વેળાએ ક્રાંતિકારી સેનાના અગ્રણીએ જણાવ્યું કે રાણી લક્ષ્મીબાઈ જે મહાન ક્રાંતિકારી હતા. તેમના બલિદાન દિવસે જ આ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે. આ પ્રતિમા જમીનની 24 ફૂટ ઊંચાઈએ છે અને તેની હાઈટ 14 ફૂટની છે. અગાઉ પણ ક્રાંતિકારી સેના દ્વારા ચંદ્રશેખર આઝાદ, અશોક સ્તંભ, ભારત માતા, સુભાષ ચંદ્ર બોઝ સહિતની 6 પ્રતિમાઓ મુકવામાં આવી છે. આપણને ગુલામીમાંથી મુક્તિ અપાવનાર ક્રાંતિકારીઓના બલિદાનને લોકો સદાય યાદ રાખે તે માટે ક્રાંતિકારી સેના દ્વારા વિવિધ કાર્યો કરવામાં આવી રહ્યા છે.