મોરબી : ભાવપર ગામે તાજેતરમાં નીલકંઠ મહાદેવ મંદિરનો પુન:પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સફળતાપૂર્વક સંપન્ન થતા આયોજકોએ ઉપસ્થિત સર્વે લોકોનો આભાર માન્યો છે. ભાવપર ગામે નીલકંઠ મહાદેવ મંદિરના પુન:પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમા હેતનાથ બાપુ, નકલંકમંદિર મહંત દામજી ભગત, રાજ્યમંત્રી બ્રીજેશભાઇ મેરજા, સાંસદ મોહનભાઈ કુંડારીયા, જિલ્લા ભાજપ પ્રમુખ દુલભજીભાઈ દેથરીયા, ડાયરેક્ટર કુભકો ન્યુ દિલ્હી મગનભાઈ વડાવીયા, જિલ્લા મહામંત્રી બાબુભાઈ, જીલ્લા સદસ્ય અસ્મિતાબેન કિશોરભાઈ, પંચાયતના અધ્યક્ષ જયંતીભાઈ પડસુંબીયા, નગરપાલીકા મોરબી ઉપપ્રમુખ જયરાજસિહ જાડેજા,અધ્યક્ષ સુરેશભાઈ દેસાઈ, માળિયા તાલુકા ભાજપ પ્રમુખ મણીલાલ સરડવા, માળિયા તાલુકા પ્રમુખ રમેશભાઈ રાઠોડ, ઉપપ્રમુખ સવજીભાઈ કારોરીયા, અધ્યક્ષ નિર્મલસિહ, માળીયા તાલુકા ભાજપના દરેક હોદેદારો તેમજ સરપંચો મોટી સંખ્યામા ઉપસ્થિત રહયા હતા. ધર્મસભામા સર્વે મહાનુભાવો, સગા સબંધીઓ તેમજ ગામજનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો તે બદલ નિમંત્રક માળીયા તાલુકા ભાજપ પ્રભારી સુભાષભાઈ સવજીભાઈ પટેલ તેમજ પરીવાર દ્વારા આભાર વ્યક્ત કરાયો છે.