મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજ રોજ તારીખ 12 ફેબ્રુઆરી ને ગુરુવારના રોજ વિવિધ જણસી અને શાકભાજીની આવક થવા પામી છે. જેમાં આજે 500 ક્વિન્ટલ એટલે કે 2500 મણ કપાસની આવક થઈ છે. કપાસના સૌથી ઉંચા ભાવ 1560 રૂપિયા સુધી બોલાયા છે. તો 265 ક્વિન્ટલ ઘઉંની આવક થઈ છે. ઘઉંના સૌથી ઉંચા ભાવ 554 રૂપિયા સુધી બોલાયા છે. જ્યારે તલના સૌથી ઉંચા ભાવ 2034, મગફળીના 1570, જીરુંના 4240, રાયડાના 1180, તુવેરના 1574, અડદના 1530, ચણાના 1075, એરંડાના 1260, કાળા તલના 3000 અને સીંગદાણાના 1555 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે. આ ઉપરાંત શાકભાજીમાં પ્રતિમણ લીલા મરચાના રૂપિયા 700, રીંગણાના 700, કારેલાના 900, ગુવારના 1800, ભીંડાના 800, ટમેટાના 300, કોબીજના 200, કાકડીના 600, લીંબુના 700, દુધીના 200 તથા સુક્કી ડુંગળીના ઊંચાભાવ રૂપિયા 320 સુધીના બોલાયા હતા.