મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે 11 ફેબ્રુઆરીના રોજ કપાસ, ઘઉં, તલ, જીરું, મગફળી, જુવાર, તુવેર, અજમો, અડદ, એરંડા અને કાળા તલ તથા લીલા મરચા રીંગણા, ટમેટા, કોબીજ, કાકડી, લીંબુ, કારેલા વગેરે શાકભાજીની પણ આવક થવા પામી છે. આજે 610 ક્વિન્ટલ એટલે કે 3050 મણ કપાસની આવક થવા પામી છે. કપાસના આજે સૌથી ઉંચા 1491 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે. મોરબી માર્કેટિંગ યાર્ડમાં કપાસ ઉપરાંત 41 ક્વિન્ટલ ઘઉંની પણ આવક થઈ છે. ઘઉંના પ્રતિ મણ સૌથી ઉંચા ભાવ 664, તલના 1972, જીણી મગફળીના પ્રતિમણ 1080, જીરુંના 3650, જુવારના 791, અજમાના 191, અડદના 1396, તુવેરના 1456, એરંડાના 1224 અને કાળા તલના 4250 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે.આજે શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 500 રૂપિયા, રીંગણાના 340 રૂપિયા, કારેલાના 700 રૂપિયા, ગુવારના 1600 રૂપિયા, ભીંડાના 900 રૂપિયા, ટામેટાના 200 રૂપિયા, કોબીજના 80 રૂપિયા, કાકડીના 600 રૂપિયા, લીંબુના 800 રૂપિયા, દુધીના 200 રૂપિયા અને સુક્કી ડુંગળીના 480 રૂપિયા ભાવ બોલાયા છે.