મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ 03 ફેબ્રુઆરી ને મંગળવારના રોજ 667 ક્વિન્ટલ એટલે કે 3335 મણ કપાસની આવક થવા પામી છે. આજે કપાસના સૌથી ઉંચા ભાવ 1625 રૂપિયા પ્રતિમણ સુધી બોલાયા છે. આજે મોરબી માર્કેટિંગ યાર્ડમાં 120 ક્વિન્ટલ મગફળીની આવક થઈ છે. મગફળીના સૌથી ઉંચા ભાવ 1480 રૂપિયા બોલાયા છે. તો ઘઉંના 550, જીરુંના 4370, સીંગદાણાના 1570, ઈસબગુલના 1750, રાયડાના 1146, અડદના 1250, ચણાના 1051, એરંડાના 1270 અને તુવેરના 1590 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે. આ ઉપરાંત શાકભાજીમાં પ્રતિમણ લીલા મરચાના રૂપિયા 640, રીંગણાના 600, કારેલાના 900, ગુવારના 2000, ભીંડાના 1000, ટમેટાના 400, કોબીજના 200, કાકડીના 700, લીંબુના 300, દુધીના 400 તથા સુક્કી ડુંગળીના ઊંચાભાવ રૂપિયા 340 સુધીના બોલાયા હતા.