મોરબી : પ્રજાપતિ યુવા ગ્રુપ- મોરબી દ્વારા મોરબીના સામાકાંઠે સોઓરડી વિસ્તારમાં આવેલા વરિયા પ્રજાપતિ મંદિર ખાતે તા. 5 ને શુક્રવારે સવારે 9 થી 11 દરમિયાન બેસતા વર્ષના પ્રથમ દિવસે એકબીજાને સાલ મુબારકની શુભેચ્છાઓ આપવા પ્રજાપતિ સમાજ માટે સ્નેહમિલનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ચા-પાણી અને નાસ્તાની વ્યવસ્થા રાખવામાં આવી છે. સાથેસાથે હાલની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને હાથ મિલાવવાને બદલે નમસ્કારનો આગ્રહ રાખવાની વિનંતી કરાઈ છે અને પ્રજાપતિ સમાજના લોકોને આ સ્નેહમિલનમાં હાજરી આપવા ભાવભર્યું નિમંત્રણ આપવામાં આવ્યું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..