મોરબી : મોરબી જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાય રહ્યો છે. જેમાં આજે તો જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. આરોગ્ય વિભાગે જિલ્લામાંથી 480 જેટલા દર્દીઓના સેમ્પલ લીધા હતા. જે તમામ લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. બીજી તરફ આજે મોરબીના 5, વાંકાનેરના 1 અને ટંકારાના 2 મળી કુલ 8 દર્દીઓ રિકવર થયા છે. આમ આજે એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 10 થઈ ગઈ છે.