મોરબી : જેટકો (GEB) પ્રવહન વિભાગીય કચેરી મોરબીમાં પ્યુન તરીકે ફરજ બજાવતા પંકજભાઈ બી. ઠાકર લાંબી સેવા બાદ નિવૃત્ત થતા તેમનો ભવ્ય નિવૃત્તિ સન્માન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમનું સંચાલન એજીવીકેએસ (AGVKS) યુનિયન ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.દીપ પ્રાગટ્ય અને મહાનુભાવોની ઉપસ્થિતિમોરબીના 220 કેવી જેટકો કોલોની કમ્પાઉન્ડમાં આયોજિત આ કાર્યક્રમની શરૂઆત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય અને સી.એમ. રાવલની પ્રાર્થનાથી કરવામાં આવી હતી. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને કાર્યપાલક ઇજનેર એ.કે. પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત અતિથિ વિશેષ તરીકે યુ.જે. આડેશરા, મુખ્ય મહેમાન તરીકે એમ.આર. પટેલ (ટંકારા), ટાંક (વાંકાનેર), નિવૃત્ત અધિકારી હીરાણી, પી.ડી. પટેલ (AO - PGVCL), સમસ્ત બ્રહ્મ સમાજ સૌરાષ્ટ્ર-કચ્છના પ્રમુખ ડો. અનિલભાઈ પી. મહેતા, મોરબી બ્રહ્મ સમાજ પ્રમુખ ભુપતભાઈ પંડ્યા તેમજ પંકજભાઈના પિતા બળવંતરાય ઠાકર (ગુરુદેવ) ખાસ હાજર રહ્યા હતા.35 વર્ષની નિષ્ઠાવાન સેવાની ઝાંખીકાર્યક્રમમાં એચ.જી. જોષી દ્વારા સ્વાગત પ્રવચન અને બી.એન. શેરસીયા દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું. પંકજભાઈ ઠાકરની 35 વર્ષ અને 19 દિવસની લાંબી અને નિષ્ઠાવાન સર્વિસની ઝાંખી વાઇસ પ્રેસિડેન્ટ કે.આઈ. ગોસાઈએ રજૂ કરી હતી.શિલ્ડ અને ચાંદીના સિક્કા સાથે સન્માનઆ પ્રસંગે એજીવીકેએસ યુનિયન દ્વારા 'શ્રમ એવ જયતે'નો શિલ્ડ આપી પંકજભાઈનું સન્માન કરાયું હતું. જેટકો કંપની તરફથી અધ્યક્ષ દ્વારા ચાંદીનો સિક્કો અર્પણ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ડી.એમ. ઝાલા અને ડી.બી. જાડેજા દ્વારા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું, જ્યારે નાયબ ઇજનેર પી.ડી. કુંડારીયા દ્વારા સર્વિસ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું.સ્નેહીજનો અને સહકર્મચારીઓની ઉપસ્થિતિઆ કાર્યક્રમને સફળ બનાવવા અઘારાભાઈ, કાવરભાઈ, ઝાલાભાઈ, જાડેજાભાઈ અને ભગદેવ ભાઈ સહિતના હોદ્દેદારોએ જહેમત ઉઠાવી હતી. અંતમાં એચ.જી. જોષી દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી. કાર્યક્રમ બાદ પંકજભાઈ ઠાકર તરફથી તમામ મહેમાનો માટે ભોજન સમારંભ યોજાયો હતો.#Morbi #MorbiUpdate #GEB #JETCO #RetirementFunction #PankajBhaiThaker #EmployeeHonored #AGVKSUnion #MorbiNews