મોરબી : જેટકો જીઈબી મહેન્દ્રનગર સબ સ્ટેશનના APO નિરૂભા એસ. જાડેજાનો નિવૃત્તિ સન્માન સમારોહ ટી.કે. હોટલ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને કાર્યપાલક ઇજનેર એ. કે. પટેલ રહ્યા હતા. તેમજ ચીફ ગેસ્ટ નિવૃત્ત ચીફ ઇજનેર આર. એન. જાડેજા તેમજ અધિકારીઓ, સ્ટાફ, નિવૃત્ત સ્ટાફ પરિવારજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. દીપ પ્રાગટ્ય કરી મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરાયું હતું. સ્વાગત પ્રવચન એચ. જી. જોષીએ કર્યું હતું. પ્રાસંગિક ઉદબોધન સરડવા સાહેબે કર્યું હતું અને નિરુભા જાડેજા તેમનું નિવૃત્ત જીવન પરિવાર સાથે માણે અને સુખ સમૃદ્ધિ આરોગ્યમય રહે તેવી શુભેચ્છા પાઠવી હતી. વિશેષ જેટકો કપંની તરફથી શાલ, સેવા પ્રમાણપત્ર, ચાંદીનો સિકકો નિરુભા જાડેજાને અર્પણ કરવામાં આવ્યો હતો. અ.ગુ.વિ.કા.સઘં મોરબી તરફથી યુનિયન પ્રતિનિધિ તરીકે સુંદર શિસ્ત સેવા સગંઠન હેતુથી સેવા બદલ શિલ્ડ અર્પણ કરવામાં આવ્યો હતો. મંડળી દ્વારા ભગદેવભાઈએ શાલ ઓઢાડી સન્માન નિરુભાનું સન્માન કર્યું હતું. ડીવીઝન ડી. એમ. ઝાલા, ડી. બી. જાડેજા અને સ્ટાફ સહિત આશરે 250થી વધારે કર્મચારી સ્નેહીજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યકમનું સંચાલન કે. આઇ. ગોસાઈએ કર્યું હતું. આભાર દર્શન વી.કે. જાડેજાએ કર્યું હતું. કાર્યક્રમના અંતે સૌએ સાથે ભોજન લીધું હતું.