ટંકારા : ટંકારા પોલીસ સ્ટેશનમાં રાઈટરહેડ તરીકે ત્રણ વર્ષ પહેલાં નિવૃત થયેલા અને પંથકમાં શશી અદાના હુલામણા નામથી પ્રખ્યાત આચાર્યભાઈ વૈશ્વિક મહામારી કોરોનાને પગલે લાગેલ લોકડાઉનમા જાનની પરવાહ કર્યા વિના ફરજ બજાવતા પોલીસ જવાનોને ખાખીની ખુમારી દાખવી તેમના પગાર અને અન્ય કાગળોના કામકાજ ટાઈમ ટુ ટાઈમ થઈ જાય એવા ઉમદા હેતુથી નિવૃત જીવનને પોલીસ માટે ફાળવી સેવા આપી રહ્યા છે. છેલ્લા 3 વર્ષથી ટંકારા પોલીસ સ્ટેશનમાંથી નિવૃત્તિ બાદ પણ અદા પોલીસ તરીકેની જવાબદારી સમજી નિષ્ઠાપૂર્વક નિભાવે છે. તદ્ઉપરાંત, બહોળો અનુભવ ધરાવતા અને કાયદાના તજજ્ઞ શશીકાંતભાઈ આચાર્ય જવાનોને કાયદાકીય માહિતી અને નોકરી વખતેની વાતો વાગોળી માહીતી પુરી પાડી સેવાયજ્ઞ ચલાવી રહ્યા છે. જે આજના સમયમાં સેવા, શાંતિ અને સંપના પોલીસ લોગોને સાર્થક કરે છે.