મોરબી : મોરબીમાં 65 વર્ષીય નિવૃત શિક્ષિકાએ અજાણ્યા કારણોસર એસિડ ગટગટાવી લીધું હતું. રાજકોટની હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીમાં સામાકાંઠા વિસ્તારમાં આવેલા રૂષભનગરમાં રહેતા જશુમતીબેન મનજીભાઇ કણસાગરા (ઉ.વ.65) નામના વૃઘ્ધાએ ગત તા.30 ઓક્ટોબરના રોજ અજાણ્યા કારણોસર એસીડ પી લેતા તેમને સારવાર અર્થે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. અહીં તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. જશુમતીબેનને સંતાનમાં એક પુત્રી છે. તેમના પતિ મનજીભાઇ શિક્ષક હતાં. જેમનું 15 વર્ષ પૂર્વે અવસાન થયું હતું. જશુમતીબેન પણ શિક્ષીકા તરીકે ફરજ બજાવતા હતા અને હાલ નિવૃતીનું જીવન પસાર કરી રહ્યા હતા. તેઓ લાંબા સમયથી માનસીક બિમારીથી પીડાતા હોવાના કારણે કંટાળીને આ પગલુ ભરી લીધુ હોવાનું જાણવા મળ્યું હતું. આ ઘટનાની મોરબી બી ડિવિઝન પોલીસ દ્વારા વધુ તાપસ હાથ ધરવામાં આવી છે.