મોરબી : 44મી સ્ટેટ લેવલ માસ્ટર એથ્લીટ્સ ચેમ્પિયનશિપ, માધુપુર–ભુજ (કચ્છ)માં યોજાયેલી રાજ્ય સ્તરની આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં મોરબીના 62 વર્ષીય નિવૃત્ત શિક્ષક દિલીપસિંહ કાનાભાઈ મોરીએ અસાધારણ પ્રદર્શન કરીને સૌને ગૌરવાન્વિત કર્યા છે.જ્ઞાનજ્યોત વિદ્યાલય, મોરબીમાં ફરજ બજાવી નિવૃત્ત થયેલા આ દિગ્ગજ શિક્ષકે ચક્રફેક તથા બરછીફેક બંને ઈવેન્ટમાં પોતાની અદભૂત ક્ષમતા દર્શાવી, રાજ્ય સ્તરે ડબલ ગોલ્ડ પ્રાપ્ત કર્યા છે. શૈક્ષણિક ક્ષેત્રે સેવા આપ્યા બાદ રમતમાં ઊંચાઈને સ્પર્શતા દીલીપસિંહ તમામ ઉંમરના લોકો માટે પ્રેરણારૂપ બની રહ્યા છે. તેમની સિદ્ધિ મોરબી સહિત સમગ્ર ગુજરાત માટે ગૌરવની બાબત છે.