નજીવી બાબતે છરીના ઘોદા મારી દેવાની ધમકી આપી છરી બતાવીમોરબી : મોરબી શહેરની શાકમાર્કેટ પાસે જૂની દાણા પીઠમાં નિવૃત પોલીસ કર્મચારીએ એઓપીને અગાઉ બાઈક સરખી રીતે રાખવાનું કહ્યું હોય જે બાબતનો ખાર રાખી છરીના ઘોદા મારી દેવાની ધમકી આપી ઝાપટો મારી જાનથી મારી નાખવાનું ધમકી આપવામાં આવતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી શહેરમા એલઇ કોલેજ પાસે શ્રીમદ સોસાયટીમાં રહેતા નિવૃત પોલીસ કર્મચારી મયુરસિંહ મહોબતસિંહ જાડેજા ઉ.64 ગઈકાલે જૂની દાણાપીઠ પાસે હતા ત્યારે આરોપી નદીમ ઉર્ફે બુધીયો વડગામા નામના શખ્સે અગાઉ બાઈક સરખું મુકવા મામલે શા માટે કહ્યું હતું તેમ કહી આંગળી ચીંધી છરીના ઘોદા મારી દેવા જોશે તેમ કહી ગાળો આપી ઝાપટ મારી દઈ બાદમાં પોતાની પાસે રહેલી છરી કાઢી હતી.બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.