નૌસેનાન નિવૃત્ત ઈલેક્ટ્રોનિક્સ એન્જિનિયર અર્જુનસિંહ ઝાલાના સ્વાગત માટે યોજાશે કાર્યક્રમટંકારા : ભારતીય નૌસેનાના ઈલેક્ટ્રોનિક્સ એન્જિનિયર અર્જુનસિંહ ઝાલા (224928-A, INAS 551) ની 15 વર્ષની શાનદાર સેવા બાદ નિવૃત્તિની ઉજવણી માટે તેમના માદરે વતન ટંકારા તાલુકાના લજાઈ ગામે આગામી 5 ઓગસ્ટ ને મંગળવારના રોજ ભવ્ય સ્વાગત સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ દિવસે સવારે 8 વાગ્યે પંચાયત ખાતેથી મોટી સંખ્યામાં નગરજનો, સ્નેહી મિત્ર સંબંધી ઉપસ્થિત રહેશે. અર્જુનસિંહ ઝાલાએ એરક્રાફ્ટની ઈલેક્ટ્રિકલ અને રેડિયો સિસ્ટમના ક્ષેત્રે અમૂલ્ય યોગદાન આપ્યુંમહત્વનું છે કે, મોરબી ખાતે પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરી, એન્જિનિયરિંગના અભ્યાસ માટે રાજકોટ ગયેલા અર્જુનસિંહ ઝાલાએ 2010માં ભારતીય નૌસેનામાં જોડાઈને પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે INS ચિલ્કા ખાતે પ્રાથમિક તાલીમ, વિશાખાપટ્ટનમ ખાતે INS જ્યોતિ પર જહાજની તાલીમ અને કોચીના NIAT ખાતે 6 મહિનાની વ્યાવસાયિક તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી. તેમની પ્રથમ નિયુક્તિ ગોવાના INAS 551 ખાતે થઈ, જ્યાં તેમણે કિરણ એરક્રાફ્ટ પર તાલીમ લઈ તેના ડિકમિશનિંગ સુધી સેવા આપી. આ ઉપરાંત, 2013માં એર ફોર્સ સ્ટેશન બીદર ખાતે હોક એરક્રાફ્ટ કન્વર્ઝન કોર્સ પૂર્ણ કરી, 2013થી 2017 સુધી વિશાખાપટનમ ખાતે INAS 551માં હોક એરક્રાફ્ટ પર કામ કર્યું. અર્જુનસિંહે 2017માં ALD (ડેગા), 2020માં INS વિરાટ, અને ત્યારબાદ મુંબઈ ખાતે ચકર સ્ક્વોડ્રનમાં સેવા આપી. 2020થી 2023 સુધી પોરબંદર ખાતે INS સરદાર પટેલમાં ફરજ બજાવી, અને 2023માં ફરીથી INAS 551 ફેન્ટમ્સમાં જોડાઈને પોતાની સેવાનો અંતિમ તબક્કો પૂર્ણ કર્યો. તેમની 15 વર્ષની કારકિર્દીમાં 3 વર્ષ ALD (ડેગા), 2 વર્ષ ચકર સ્ક્વોડ્રન અને બાકીનો સમય INAS 551 ફેન્ટમ્સમાં ગૌરવપૂર્ણ સેવા આપી. અર્જુનસિંહે નૌસેનામાં પોતાની કારકિર્દી દરમિયાન ફાઇટર એરક્રાફ્ટની ઈલેક્ટ્રિકલ અને રેડિયો સિસ્ટમના ક્ષેત્રે અમૂલ્ય યોગદાન આપ્યું છે, જે ગામ અને દેશ માટે ગૌરવની વાત છે.લજાઈ ગામના આ ગૌરવશાળી સપૂતના સ્વાગત માટે ગ્રામજનો દ્વારા ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ 5 ઓગસ્ટે યોજાશે, જેમાં સમગ્ર ગામ અર્જુનસિંહના દેશસેવા અને સમર્પણની ઉજવણી કરશે. આ સમારોહ દેશભક્તિ અને ગામના ગૌરવનું પ્રતીક બનશે.