મોરબી : મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રતમા નિવૃત બેંક કર્મચારીએ સદગત પિતાની પુણ્યતિથી નિમિતે મહાપ્રસાદ યોજી શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. મોરબીના સ્વ.ધરમશીભાઈ પ્રાગજીભાઈ ઝાલરીયાની પૂણ્યતિથી નિમિતે તેમના પુત્ર નિવૃત બેંક કર્મચારી લક્ષ્મણભાઈ કરમશીભાઈ ઝાલરીયા દ્વારા મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રતમા મહાપ્રસાદ યોજી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરવામા આવી હતી. આ તકે મોરબી જલારામ મંદિરના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ, ભાવીન ઘેલાણી,ચિરાગ રાચ્છ, દીનેશ સોલંકી, મનિષ પટેલ, સહીતનાઓએ પણ સદગતને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.